શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 85.98 પ્રતિ ડૉલરની સામે 86.01 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 85.98 પ્રતિ ડૉલરની સામે 86.01 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
પોવેલની ટેસ્ટીમની
જો મોંઘવારી ઘટે છે, તો દરમાં ઘટાડો શક્ય છે. દર ઘટાડવાની કોઈ ઉતાવળ નથી. અમેરિકાના અર્થતંત્ર હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. જૂન અને જુલાઈ માટે મોંઘવારીના ડેટા પર નજર રાખવામાં આવશે.
દરો પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
દુર્ભાગ્યપૂર્ણ છે કે અત્યાર સુધી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. અત્યાર સુધીમાં દર 2.5-3% ઘટવા જોઈતા હતા.
સોનામાં કારોબાર
વૈશ્વિક બજારમાં ભાવ 3320 ડૉલરની ઉપર સ્થિર રહેશે. 2 સપ્તાહના નીચલા સ્તરેથી કિંમતોમાં આવી રિકવરી. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામને લઈ અનિશ્ચિતતાએ સપોર્ટ મળ્યો. પૉવોલે કહ્યુ વ્યાજ દર ઘટાડવાની કોઈ ઘાઈ નથી. ટેરિફ પર સ્પષ્ટતા આવ્યા બાદ વ્યાજ દર પર નિર્ણય લેશે.
કોપરમાં કારોબાર
કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામના કારણે સપોર્ટ મળશે. ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે કિંમતો વધી. 2025માં હાલ સુધીમાં તૈયાર ઉપલબ્ધ કોપરના ભંડારમાં 80% ઘટાડો થયો. 4 મહિનામાં LME ઇન્વેન્ટરી 65% ઘટી. LME પર ઇન્વેન્ટરી ઓગસ્ટ 2023 બાદના નીચલા સ્તરે છે. USને થતા રિફાઇન્ડ કોપર શિપમેન્ટમાં વધારો જોવા મળ્યો.
એલ્યુમિનિયમમાં કારોબાર
કિંમતો 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી. ચાઈનામાં વધુ રિટેલ સેલ્સ, નબળી ઇન્વેન્ટરીના કારણે કિંમતો પર અસર રહેશે.
બેઝ મેટલ્સમાં કારોબાર
લેડની કિંમતો 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. ઝિંકમાં 3 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર રહેશે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
રાતોરાત ભાવ 5 ટકા ઘટતી દેખાઈ. આ સપ્તાહે હાલ સુધી કિંમતો આશરે 11 ટકા ઘટતી દેખાઈ. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામના કારણે કિંમતોને સપોર્ટ મળશે. US ક્રૂડ ઇન્વેન્ટરી 4.28 mbpdથી ઘટી.
રબર પર ફોકસ, કિંમતો ઘટીને 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી, ક્રૂડની કિંમતો ઘટતા અને ચાઈનાના ઓટોમોબાઈલ સેક્ટર તરફથી નબળી ડિમાન્ડના કારણે કિંમતો પર અસર રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.