Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે દબાણ, ક્રૂડમાં આજે દબાણ

બેઝ મેટલમાં દબાણ છે. કોપર પા ટકા કરતા વધ્યું છે. એક માત્ર ઝિંક લીલા ઝોનમા કારોબાર કરી રહ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાને કારણે આજે દબાણ છે. તો ચીનમાં પણ કન્ઝમ્પશન ઘટતા ભાવ પર અસર આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2025 પર 12:05 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે દબાણ, ક્રૂડમાં આજે દબાણકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે દબાણ, ક્રૂડમાં આજે દબાણ
સોનામાં આજે દબાણ છે. ગુરુવારે ઘણાં બધા ફેડ અધિકારીઓએ આપેલા નિવેદનમાં વ્યાજદર કાપની શક્યતાઓ ઓછી થઈ છે.

આજે રૂપિયામાં મજબૂતી છે. શુક્રવારના 88.75ના બંધની સામે આજે રૂપિયો 5 પૈસા મજબૂત થઈને 88.70ની આસપાસ ખુલતો જોવા મળ્યો હતો. ત્યાંથી અત્યારે તો મજબૂતી વધી છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડના ભાવમાં ઘટાડો આવતા પત મળ્યો છે.

સોનામાં આજે દબાણ છે. ગુરુવારે ઘણાં બધા ફેડ અધિકારીઓએ આપેલા નિવેદનમાં વ્યાજદર કાપની શક્યતાઓ ઓછી થઈ છે. જેને લઈને આવનારી ફેડની બેઠકમાં વ્યાજદર કાપ લેવાની ખબર બાદ સોનામાં દબાણ છે અને કોમેક્સ પર ભાવ 4100ની નીચે આવી ગયા છે.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ છે.. અહીં પણ ભાવ 51 ડોલરની નીચે પહોંચી ગયા છે.

બેઝ મેટલમાં દબાણ છે. કોપર પા ટકા કરતા વધ્યું છે. એક માત્ર ઝિંક લીલા ઝોનમા કારોબાર કરી રહ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાને કારણે આજે દબાણ છે. તો ચીનમાં પણ કન્ઝમ્પશન ઘટતા ભાવ પર અસર આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો