Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન

સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન. ડૉલરના ભાવમાં નરમાશ આવતા કિંમતોને મળ્યો સપોર્ટ. કોમેક્સ પર સોનાનો ભાવ 1962 ડૉલર પર પહોંચ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jun 06, 2023 પર 11:45 AM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શનકમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન
USના નબળા આર્થિક ડેટાના કારણે ક્રૂડમાં દબાણ. બ્રેન્ટનો ભાવ 77 ડૉલરની નીચે આવ્યો.

એશિયન ટ્રેડમાં સોનામાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનામાં ફ્લેટ ટૂ નેગેટિવ કારોબાર કરતું દેખાઇ રહ્યું છે તો સામે MCX પર સોનામાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર કરી રહ્યું છે. ડૉલરના ભાવમાં આજે નરમાશ આવતા સોનાને થોડો સપોર્ટ મળતા જોવા મળી રહ્યો છે. તો સાથે જ USના નબળા સર્વિસ સેક્ટરના ગ્રોથના આંકડાની પણ એક અસર જોવા મળી રહી છે. હવે બજારની નજર આવતા સપ્તાહે થનારી ફેડરલ રિઝર્વની બેઠક પર રહેશે.

સોનાના પગલે ચાંદીમાં પણ આજે ખરીદદારી આવતી જોવા મળી છે. નજર કરીએ કારોબાર પર તો સ્થાનિક બજારમાં ચાંદીમાં પા ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે. તો કોમેક્સ પર પણ પા ટકાની ખરીદદારી સાથે ભાવ 23.50 ડૉલરને પાર દેખાઇ રહ્યો છે.

તો નબળા USના આર્થિક ડેટાના કારણે ક્રૂડમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલે સાઉદી અરબ અને OPEC કન્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલ સપ્લાઇ કટ પર USના નબળા આર્થિક ડેટાના સમાચાર પરિસ્થિતિને સરભર કરી રહ્યાં છે જેના કારણે આજે તમામ ક્રૂડમાં લાલ નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે.

નજર કરીએ મેટલના કારોબાર પર તો નબળા ડૉલર અને USના નબળા આર્થિક ડેટાના કારણે LME પર મેટલમાં મિશ્ર કારોબાર થઇ રહ્યો છે. સાથે સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલમાં ખરીદદારી જોવા મળી રહી છે. US સર્વિસ સેક્ટરમાં મંદીના કારણે કિંમતોને અસર દેખાઇ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો