શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 24 પૈસા નબળો થઈ 85.97 પ્રતિ ડૉલરની સામે 86.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, આ સાથે જ ડૉલર સામે રૂપિયામાં નવી નીચલી સપાટી બનતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે ક્રૂડ અને ડૉલર ઇન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયા પર દબાણ બન્યું.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 24 પૈસા નબળો થઈ 85.97 પ્રતિ ડૉલરની સામે 86.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, આ સાથે જ ડૉલર સામે રૂપિયામાં નવી નીચલી સપાટી બનતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે ક્રૂડ અને ડૉલર ઇન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયા પર દબાણ બન્યું.
રૂપિયામાં નરમાશ વધી
ડૉલર સામે રૂપિયો રેકોર્ડ લો સ્તરે ખુલ્યો. ડૉલર સામે રૂપિયો 24 પૈસા નબળો ખૂલ્યો. 2 વર્ષમાં ડૉલર સામે રૂપિયામાં સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો છે. રૂપિયો 85.97/$ની સામે 86.21/$ પર ખૂલ્યો. $ સામે ₹86ના સ્તર કૂદાવી 24 પૈસા નબળો ખૂલ્યો રૂપિયો. રૂપિયામાં નરમાશથી GDP ગ્રોથ પર અસર થશે.
રૂપિયામાં નરમાશના કારણો
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી છે. ઓછો FPIs ઇનફ્લો છે. USમાં વ્યાજ દરમાં કાપને લઈ અનિશ્ચિતતા છે. ડિસેમ્બરમાં લેબલ માર્કેટની સ્થિતી સુધરતા ટ્રેઝરી યીલ્ડ વધી. 30 વર્ષની US બોન્ડ યીલ્ડ પહેલીવાર 5% ને પાર પહોંચી. રૂપિયાને સપોર્ટ કરવા RBI ડૉલર વેચી રહ્યા છે.
ક્રૂડની તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ 81 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 77 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, સાથે જ સ્થાનિક બજારમાં પણ આશરે 2 ટકા જેટલી મજબૂતી જોવા મળી, અહીં US દ્વારા રશિયા અને અન્ય 200થી વધુ સંસ્થાઓ પર પ્રતિબંધના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.
કિંમતો વધીને 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. એશિયામાં કિંમતો 2 ટકા વધતી દેખાઈ છે. ગત સપ્તાહે કિંમતો આશરે 6 ટકા વધી હતી. રશિયા પર USના પ્રતિબંધો વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. USએ અન્ય 200 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યા. USએ રશિયન તેલના શિપિંગ 183 જહાજો પર પ્રતિબંધ મૂક્યો. USના પ્રતિબંધથી રશિયાથી થતા ચાઈના અને ભારતના એક્સપોર્ટને અસર રહેશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 7 ટકા જેટલી પોઝિટીવિટી સાથે 367ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોનાની ચમક થોડી ફિક્કી પડતી દેખાઈ, જ્યાં શરૂઆતી કારોબારમાં COMEX પર ભાવ 2687ના સ્તરની પાસે રહેતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં 78,495ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવી, તેમ છતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 92,300ના સ્તરની પાસે શરૂઆતી કારોબારમાં કામકાજ જોવા મળ્યું હતું.
બેઝ મેટલ્સમાં મ્યૂટ કારોબાર જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો મળ્યા, જોકે વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલરની અસર રહેતા કિંમતો નાની રેન્જમાં જોવા મળી હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.