Get App

કોમોડિટી લાઇવ: કૉપરમાં રેકોર્ડ ઘટાડો, ભાવ 20% તૂટ્યા, મજબૂત ડૉલરથી સોના-ચાંદીની ચમક ઘટી

સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં મામુલી પોઝિટીવિટી હતી, પણ કોપરમાં આશરે 2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, US દ્વારા સેમી ફિનિશ્ડ કોપર પ્રોડક્ટ પર 50% ટેરિફની જાહેરાત કર્યા બાદ કોપરની કિંમતોમાં વેચવાલી જોવા મળી. અને જૂન 2026માં ટેરિફની સમીક્ષા કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 31, 2025 પર 1:25 PM
કોમોડિટી લાઇવ: કૉપરમાં રેકોર્ડ ઘટાડો, ભાવ 20% તૂટ્યા, મજબૂત ડૉલરથી સોના-ચાંદીની ચમક ઘટીકોમોડિટી લાઇવ: કૉપરમાં રેકોર્ડ ઘટાડો, ભાવ 20% તૂટ્યા, મજબૂત ડૉલરથી સોના-ચાંદીની ચમક ઘટી
ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકાના ઘટાડા સાથે 1 લાખ 11 હજાર 454ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા નબળો થઈ 87.42 પ્રતિ ડૉલરની સામે 87.69 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ફેડએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ભારત પણ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા COMEX પર ભાવ 3300 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, અહીં ફેડ તરફથી વ્યાજ દર યથાવત્ રહેતા અને ડૉલર ઇન્ડેક્સમાં 1 મહિનાના ઉપલા સ્તરે કારોબાર હોવાથી કિંમતો પર દબાણ બનતું દેખાયું.

USમાં નહીં ઘટ્યા દર!

અનુમાન મુજબ ફેડનો નિર્ણય લેશે. ફેડએ વ્યાજ દરોમાં કાપ નહીં કર્યો. FOMCમાં 9:2ના નિર્ણયમાં વોટ પડ્યા. બજારમાં 46% લોકોને સપ્ટેમ્બરમાં દર ઘટવાની આશા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો