સોનામાં આજે નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો. નબળા ડૉલરના કારણે આવેલી કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે.. જ્યાં સ્થાનિક બજારમાં ભાવમાં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો. તો કોમેક્સ પર પણ અડધા ટકાનું દબાણ રહ્યું પરંતુ તેમ છતા કોમેક્સ પર 3310 ડૉલરના સ્તર જળવાયેલા છે. ઉલ્લેખનિય છે કે આ શુક્રવારે આવનારા US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર હવે નજર રહેશે.