Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ, USએ ભારત પર 25% ટેરિફ લગાવ્યા

નેપાલથી રિફાઈન્ડ ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ વધ્યું. રિફાઈન્ડ સોયાબીન, પામ ઓઈલ ઇમ્પોર્ટ વધ્યું. 4 મહિનામાં 1.94 લાખ ટન ઓઈલ ઇમ્પોર્ટ કર્યું. દર મહિને 50000-60000 ટન ઓઈલનું ઇમ્પોર્ટ. ભારતને 1.07 લાખ ટન એક્સપોર્ટ કર્યું.

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2025 પર 11:58 AM
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ, USએ ભારત પર 25% ટેરિફ લગાવ્યાકોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ, USએ ભારત પર 25% ટેરિફ લગાવ્યા
ખેડૂતો અને વેપારીઓને સારા પ્રાઈસ ડિસ્કવરીમાં મદદ મળશે. દક્ષિણ ભારતના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને મદદ મળશે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, એમાં પણ ચોખાના એક્સપોર્ટ પર વધારે, કેમ કે, USએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા છે, તે સાથે જ ચોખાની વાવણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, આ બધાની વચ્ચે MCX પર ફરીથી એલચીના વાયદા કારોબાર માટે ખોલવામાં આવ્યા છે. તો ભારતમાં હાલ મસાલા માર્કેટની સ્થિતી કેવી છે?

MCX પર શરૂ થયો એલચી ફ્યચર વાયદો

ખેડૂતો અને વેપારીઓને સારા પ્રાઈસ ડિસ્કવરીમાં મદદ મળશે. દક્ષિણ ભારતના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને મદદ મળશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એક્સપાયરીનો કોન્ટ્રાક્ટ છે. પ્રતિ કોન્ટ્રાક્ટ સાઈઝ 100 કિલોગ્રામ છે. ટ્રેડિંગનો દિવસ- સોમવાર થી શુક્રવાર છે. ટ્રેડિંગનો સમય- સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. 4% છે ડેલી પ્રાઈસ લિમિટ. ભારતના મસાલા ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું પલગું છે.

તેજસ ગાંધીનું કહેવુ છે કે હાલ જીરામાં ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. ટૂંકાગાળે USના ટેરિફ ભારતીય એક્સપોર્ટને અસર કરશે. ભૌગોલિક તણાવના કારણે 20-25 ટકા એક્સપોર્ટ ડિમાન્ડ ઓછી છે. ભારતમાં તહેવારી સીઝન શરૂ થતા મસાલાની ડિમાન્ડ વધશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો