આ સપ્તાહ નાનુ રહ્યું પણ નોન એગ્રી કૉમોડિટીમાં ઘણી બધી વોલેટાલિટી જોઈ, જેમાં ટેરિફની ચિંતાએ ક્રૂડ અને મેટલ્સ પર વધુ ફોકસ રહ્યું, તો સોના-ચાંદીમાં પણ અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહેતા સપોર્ટ મળતો દેખાયો હતો. કૉમોડિટી પર ટેરિફ વોરની કેવી અને કેટલી અસર જોવા મળશે તે અંગે આજે ચર્ચા કરીશું, અને તેની સાથે જ આવી વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતીમાં કઈ કૉમોડિટીમાં રોકાણ કરવાની તક છે તેની પણ ચર્ચા કરીશું.