Gold Price Today: આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારના સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાના ભાવ 59,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. છેલ્લા શુક્રવારના સોનાના ભાવ 59,582 રૂપિયા પર બંધ થયો હતો. આજે તે 212 રૂપિયા ઘટીને 59,370 રૂપિયા પર છે. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીના રેટ 206 રૂપિયા વધીને 72,626 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

