Gold Rate Today: આજે શનિવાર 01 ફેબ્રુઆરીના દિવસે સોનાના ભાવે બધા રેકૉર્ડ તોડી દીધા છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ થોડી જ ક્ષણોમાં બજેટ રજૂ કરવાની છે. બજેટથી પહેલા 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 84,000 રૂપિયાને પાર કરી ગયા છે. આ અત્યાર સુધીના સોનાનું પીક છે. એવી આશા છે કે સરકાર બજેટમાં ગોલ્ડ પર ઈંપોર્ટ ડ્યૂટી વધારી શકે છે. જો એવુ થાય છે તો સોનાના ભાવમાં વધારે તેજી જોવાને મળશે. સરકારે છેલ્લા બજેટમાં ઈંપોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટીને 6 ટકા કરી દીધી હતી.