Rupee Against Dollar: નાણાકીય સલાહકાર કંપની ડેલોઇટના અર્થશાસ્ત્રી રૂમકી મજુમદાર માને છે કે રૂપિયામાં હવે થોડો સુધારો થશે અને આગામી અઠવાડિયામાં તે 85 થી 86 પ્રતિ ડોલરની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સતત લોકલ ચલણને સ્થિર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, તેમણે કહ્યું કે RBIના હસ્તક્ષેપ અને ભારતીય ચલણ અન્ય ચલણો કરતાં વધુ સ્થિર હોવા છતાં રૂપિયો હવે 83ના લેવલે નીચે આવશે નહીં. ગયા અઠવાડિયે, રૂપિયો તેના ઓલટાઇમ લો લેવલે 86.70 પ્રતિ ડોલર પર ગગડી ગયો હતો. આનું કારણ વિદેશી ભંડોળ પાછું ખેંચવું અને લોકલ શેરબજારમાં ઘટાડો હતો, જેના કારણે ઇન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.

