MSP of kharif crops: મોદી સરકાર તરફથી આજે ખેડૂતોને ભેટ મળી છે. કેબિનેટે આજે ખરીફ પાકોના MSPમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. CNBC Bajar ને સૂત્રો પાસેથી મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, 13 પાકોના MSPમાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે કેબિનેટ બેઠકમાં MSP અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ પાકોના MSPમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ સીઝન 2025-26 માટે MSP વધારવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.