સોના-ચાંદીએ ઇન્વેસ્ટર્સને અમીર બનાવ્યા છે. 2024માં સોનાએ 21 ટકાનું બેસ્ટ રિટર્ન આપ્યું હતું. ચાંદીએ પણ 19.66% રિટર્ન આપ્યું છે. આ વર્ષે પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 12 મહિનામાં સોનું 40%થી વધુ વધ્યું છે, જ્યારે ચાંદીમાં લગભગ 34%નો વધારો થયો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ વ્યક્તિ 5, 10 કે 20 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવા માંગે છે તો તેણે સોનામાં કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? આ બેમાંથી કોણ ઊંચું રિટર્ન આપી શકે? જો તમે પણ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો તો અમે તમને જવાબો આપીએ છીએ.