Get App

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી સોના-ચાંદીમાં આવશે ભયંકર તેજી? ભાવ 1.40 લાખને પાર જવાની આગાહી, જાણો શું કહે છે એક્સપર્ટ

Gold Silver Price Forecast: વેનેઝુએલા પર અમેરિકાના હવાઈ હુમલા બાદ સોના-ચાંદીના ભાવમાં મોટા ઉછાળાની શક્યતા છે. એક્સપર્ટ્સના મતે સોનું 1,40,000 અને ચાંદી 2,45,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જાણો સોમવારે માર્કેટમાં શું થશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2026 પર 3:55 PM
વેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી સોના-ચાંદીમાં આવશે ભયંકર તેજી? ભાવ 1.40 લાખને પાર જવાની આગાહી, જાણો શું કહે છે એક્સપર્ટવેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી સોના-ચાંદીમાં આવશે ભયંકર તેજી? ભાવ 1.40 લાખને પાર જવાની આગાહી, જાણો શું કહે છે એક્સપર્ટ
જો સોમવારે બજારમાં તેજી આવે છે, તો સોનું અને ચાંદી ફરી એકવાર પોતાના રેકોર્ડ હાઈ લેવલની નજીક અથવા તેને પાર જઈ શકે છે. રોકાણકારો માટે આગામી સપ્તાહ ઘણું મહત્વનું રહેશે.

Gold Silver Price Forecast: વેનેઝુએલાના અનેક ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ વૈશ્વિક બજારોમાં ગભરાટનો માહોલ છે. આ ઘટનાની સીધી અસર હવે સોના-ચાંદી અને ક્રૂડ ઓઈલ જેવી કીમતી ચીજવસ્તુઓના ભાવ પર જોવા મળી શકે છે. યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળે છે, જેના કારણે કીમતી ધાતુઓના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે આ ઘટનાની અસર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે એક્સપર્ટ્સ આ સ્થિતિમાં સોના અને ચાંદીના ભાવ ક્યાં સુધી જશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવ પર શું અસર થશે?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વેનેઝુએલા પર અમેરિકાના હુમલાને કારણે જિયો-પોલિટિકલ ટેન્શન (ભૂ-રાજકીય તણાવ) વધી ગયું છે. આ તણાવની સીધી અસર સોમવારે કોમોડિટી માર્કેટ પર જોવા મળશે. તેમના મતે, બજારમાં ટ્રેડ થતી કીમતી વસ્તુઓના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે.

ગુપ્તાનું અનુમાન છે કે સોનું, ચાંદી, તાંબુ, ક્રૂડ ઓઈલ અને ગેસોલિનના ભાવમાં શરૂઆતથી જ તેજી જોવા મળશે.

ગ્લોબલ માર્કેટ: કોમેક્સ ગોલ્ડ 4,345.50 ડોલર પ્રતિ ઔંસથી વધીને 4,380 ડોલર સુધી પહોંચી શકે છે.

ચાંદી: આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 75 થી 78 ડોલરની રેન્જમાં જઈ શકે છે.

ક્રૂડ ઓઈલ: બ્રેન્ટ ક્રૂડ ઓઈલ મોંઘું થઈને 62 થી 65 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો