Adani Ports Q4: અદાણી પોર્ટ્સના પરિણામો જાહેર થયા છે. કંપનીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ચોથા ક્વાર્ટરમાં નફો 48% વધીને ₹3,014 કરોડ થયો. વાર્ષિક ધોરણે આવક, EBITDA અને માર્જિનમાં પણ મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ માર્ચ ક્વાર્ટર (Q4FY25) માટે મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ દર સ્તર પર જોરદાર પ્રદર્શન કર્યુ છે - નફો, આવક, EBITDA અને માર્જિન ચારેય મોર્ચા પર ગ્રોથ દેખાય છે.