Air India Boeing 787: ટાટા ગ્રૂપની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ જણાવ્યું કે તેણે પોતાના ફ્લીટમાં સામેલ બોઇંગ 787 અને 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લૉકિંગ સિસ્ટમનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરી લીધું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ તપાસ દરમિયાન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની લૉકિંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. આ તપાસ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનના નિર્દેશ બાદ કરવામાં આવી હતી, જે 12 જૂનના એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનના ગંભીર અકસ્માતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની પ્રારંભિક રિપોર્ટને પગલે આપવામાં આવ્યો હતો.