સજ્જન જિંદાલની આગેવાની હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ટુ-મેટલ્સ JSW ગ્રુપનો ભાગ JSW સિમેન્ટને તેના 4,000 કરોડ રૂપિયાના IPO ઓફર માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. કંપનીએ 17 ઓગસ્ટના રોજ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હતું. બિરલા ગ્રુપની અગ્રણી અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી ગ્રુપના ACC-અંબુજા જોડાણ વચ્ચે સિમેન્ટ સેક્ટરે M&A માટે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે JSW સિમેન્ટે શેરબજારમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે.