દેશના ગ્રામીણ બજારોમાં દૈનિક ઉપભોગની વસ્તુઓ (FMCG) બનાવતી કંપનીઓ માટે માર્ચ તિમાહીમાં શહેરી બજારોની સરખામણીએ વધુ સારો ગ્રોથ જોવા મળ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કોમોડિટીના ઊંચા ભાવોને કારણે FMCG કંપનીઓના નફાના માર્જિન પર દબાણ રહ્યું હતું. મોટી FMCG કંપનીઓ જેમ કે ડાબર, મેરિકો અને એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ (અગાઉ અદાણી વિલ્મર)ના તાજેતરના ત્રિમાસિક આંકડાઓ દર્શાવે છે કે જાન્યુઆરી-માર્ચ 2025 દરમિયાન ટ્રેડિશનલ કિરાણા દુકાનો પર દબાણ જોવા મળ્યું, જ્યારે ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ જેવા આધુનિક માધ્યમોએ પોતાની ગ્રોથની ગતિ જાળવી રાખી.