IndiGo Tax Penalty: આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્ડિગોની મૂળ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન પર ₹944.2 કરોડનો દંડ લગાવ્યો છે. જોકે, એરલાઈને આ આદેશને 'ખોટો અને પાયાવિહોણો' ગણાવ્યો છે. ઈન્ડિગોનો શેર શુક્રવારે (28 માર્ચ)ના રોજ 0.54%ના નજીવા ઘટાડા સાથે રુપિયા 5,100.00 પર બંધ થયો હતો.