JioHotstar: Viacom18નું Jio સિનેમા અને Star Indiaનું Disney+Hotstar આજથી JioHotstar બની ગયા છે. વાયાકોમ18 અને સ્ટાર ઇન્ડિયાના સફળ વિલીનીકરણ પછી, બંને કંપનીઓનું નવું સંયુક્ત સાહસ 14 ફેબ્રુઆરી, 2025થી લાઇવ થયું છે. કંપનીના એક નિવેદન અનુસાર, લગભગ 3 લાખ કલાક મનોરંજન, લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ અને 50 કરોડથી વધુ યુઝર્સ સાથે, JioHotstar વિવિધ પ્રેક્ષકોની જરૂરિયાતોને અનુરૂપ શાનદાર મેમ્બરશીપ યોજનાઓ લઈને આવ્યું છે. JioHotstar મેમ્બરશિપ પ્લાનની પ્રારંભિક કિંમત 149 રૂપિયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Jio સિનેમા અને Disney+Hotstarના હાલના કસ્ટમર્સ JioHotstar પર તેમના હાલના પ્લાન (સબ્સ્ક્રિપ્શન્સ) સરળતાથી એક્ટિવ કરી શકશે.