Jaguar Land Rover Cyber Attack: છેલ્લા સપ્તાહે સાયબર હુમલાનો ભોગ બનેલી ટાટા મોટર્સની માલિકીની લક્ઝરી કાર ઉત્પાદક કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. પરિણામે, કંપનીના ઘણા કારખાનાઓ બંધ થઈ ગયા. કોવેન્ટ્રી સ્થિત ઓટોમોટિવ જાયન્ટે પુષ્ટિ આપી છે કે તે સમસ્યાનો સામનો કરવા માટે 24 કલાક કામ કરી રહી છે.