Get App

Lenskart IPO: 75.5 કરોડ ડોલરનું રેવન્યુ, 1 અબજ ડોલરના IPOની તૈયારી!

Lenskart IPO: નાણાકીય વર્ષ 2024થી નાણાકીય વર્ષ 2025 સુધી વાર્ષિક ધોરણે લેન્સકાર્ટની આવક વૃદ્ધિ 17 ટકા નોંધાઈ શકે છે. લેન્સકાર્ટની શરૂઆત વર્ષ 2008માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી, નેહા બંસલ અને સુમિત કપાહી દ્વારા કરવામાં આવી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 18, 2025 પર 5:12 PM
Lenskart IPO: 75.5 કરોડ ડોલરનું રેવન્યુ, 1 અબજ ડોલરના IPOની તૈયારી!Lenskart IPO: 75.5 કરોડ ડોલરનું રેવન્યુ, 1 અબજ ડોલરના IPOની તૈયારી!
લેન્સકાર્ટની એવરેજ કોસ્ટ પ્રાઈસ 8 ડોલર એટલે કે 682 રૂપિયા અને એવરેજ સેલિંગ પ્રાઈસ 28 ડોલર (2380 રૂપિયા) છે, જે 70% ગ્રોસ માર્જિન દર્શાવે છે.

Lenskart IPO: આઈવેર રિટેલર લેન્સકાર્ટ (Lenskart) વર્ષ 2008માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી, નેહા બંસલ અને સુમીત કપાહી દ્વારા સ્થપાયેલી કંપની છે. આ કંપની હવે શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયારી કરી રહી છે. FY25માં લેન્સકાર્ટનું રેવન્યુ 75.5 કરોડ ડોલર અંદાજે 6415 કરોડ રૂપિયા રહેવાની ધારણા છે, જેમાં ભારત અને આંતરરાષ્ટ્રીય બિઝનેસનો સમાવેશ થાય છે. FY24માં કંપનીનું રેવન્યુ 64.5 કરોડ ડોલર હતું, જે FY23ના 44.3 કરોડ ડોલરની સરખામણીમાં 46% વધ્યું હતું. FY25માં રેવન્યુ ગ્રોથ 17% રહેવાનો અંદાજ છે.

ભારતમાંથી મોટો હિસ્સો

લેન્સકાર્ટના FY25ના 75.5 કરોડ ડોલરના રેવન્યુમાંથી 45.5 કરોડ ડોલર અંદાજે 3865 કરોડ રૂપિયા ભારતીય બિઝનેસમાંથી આવશે. બાકીનું 30 કરોડ ડોલર 2550 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારો, ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયા (SEA)માંથી આવશે. FY23થી લેન્સકાર્ટના રેવન્યુનો 60% હિસ્સો ભારતમાંથી અને બાકીનો આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવે છે.

ગ્રોસ માર્જિન અને કેશ

લેન્સકાર્ટની એવરેજ કોસ્ટ પ્રાઈસ 8 ડોલર એટલે કે 682 રૂપિયા અને એવરેજ સેલિંગ પ્રાઈસ 28 ડોલર (2380 રૂપિયા) છે, જે 70% ગ્રોસ માર્જિન દર્શાવે છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2024 દરમિયાન કંપની પાસે 20 કરોડ ડોલરનું કેશ હતું.

1 અબજ ડોલરનો IPO

લેન્સકાર્ટ 1 અબજ ડોલરથી વધુનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સેબી પાસે જમા કરવાની તૈયારી અંતિમ તબક્કામાં છે. લેન્સકાર્ટ ભારતનું સૌથી મોટું ઓમ્ની-ચેનલ આઈવેર બ્રાન્ડ છે, જે ઓનલાઈન અને 2000થી વધુ ફિઝિકલ સ્ટોર્સ ધરાવે છે. કંપનીએ 30 મે 2025ના રોજ નામ બદલીને લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ કર્યું, જેનાથી તે પબ્લિક કંપની બની.

બધા સમાચાર

+ વધુુ વાંચો