Get App

Reliance Industries Q4 Results: કંપનીનો કંસોલિડેટેડ નફો ₹19,407 કરોડ પર પહોંચ્યો

Reliance Industries Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 19,407 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 18,540 કરોડ રૂપિયા હતો. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નફો 18,951 કરોડ રૂપિયા હતો.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2025 પર 8:59 PM
Reliance Industries Q4 Results: કંપનીનો કંસોલિડેટેડ નફો ₹19,407 કરોડ પર પહોંચ્યોReliance Industries Q4 Results: કંપનીનો કંસોલિડેટેડ નફો ₹19,407 કરોડ પર પહોંચ્યો
Reliance Industries Q4 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ માર્ચ 2025 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

Reliance Industries Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ આવક 2.61 લાખ કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 2.36 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ આવક 2.40 લાખ કરોડ રૂપિયા હતો.

કંપનીએ જણાવ્યું છે કે માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ EBITDA વધીને 43,832 કરોડ રૂપિયા થયો છે, જે ગત ક્વાર્ટરમાં 43,789 કરોડ રૂપિયા હતો. કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA વાર્ષિક ધોરણે 42,516 કરોડ રૂપિયાથી ઘટીને 39,058 કરોડ રૂપિયા થયું છે.

કંપનીએ જણાવ્યું છે કે માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ એબિટડા માર્જિન વધીને 16.8% રહ્યા છે, જે ગત ક્વાર્ટરમાં 18.25% રહ્યા હતા. કંપનીના કોન્સોલિડેટેડ એબિટડા માર્જિન વાર્ષિક ઘોરણે 18% રહ્યા હતા.

O2C આવક વધીને 1.65 લાખ કરોડ રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો