Rolls-Royce India: સામાન્ય રીતે જ્યારે આપણે ‘રોલ્સ રોયસ’ (Rolls-Royce)નું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી નજર સામે કરોડો રૂપિયાની લક્ઝરી કાર તરવરવા લાગે છે. પરંતુ આ બ્રિટિશ કંપની માત્ર કાર જ નથી બનાવતી, તે દુનિયાભરમાં એરો-એન્જિન (વિમાનના એન્જિન) બનાવવા માટે પણ જાણીતી છે. હવે આ કંપની ભારત માટે એક મોટા સમાચાર લઈને આવી છે. રોલ્સ રોયસ હવે બ્રિટનની બહાર ભારતને પોતાનું ત્રીજું હોમ માર્કેટ બનાવવા વિચારી રહી છે.

