Airtel Mobile Tariff Hike: ટેલિકોમ કંપનીઓએ ફરી એકવાર ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ભારતી એરટેલે ફરી એકવાર ટેરિફમાં વધારો કર્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભારતી એરટેલ ટેરિફમાં વધારો કરી રહી છે. બુધવારે ભારતી એરટેલનો શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ ગ્રાહકો માટે ડેટા પેક મોંઘો કર્યો છે. બાકીની યોજનાઓમાં ટૂંક સમયમાં ફેરફાર થશે.