Get App

શું મેગી મોંઘી થશે! 1 જાન્યુઆરીથી કેમ ભાવ વધારાની ચાલી રહી છે ચર્ચા? જાણો શું છે મામલો

Maggi price rise : મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ એ સુનિશ્ચિત કરે છે કે બંને દેશો વચ્ચેના કરારમાં સામેલ પક્ષકારોને સમાન લાભ મળે. તેમાં પ્રેફરન્શિયલ ટ્રેડ ટર્મ્સ છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 16, 2024 પર 3:21 PM
શું મેગી મોંઘી થશે! 1 જાન્યુઆરીથી કેમ ભાવ વધારાની ચાલી રહી છે ચર્ચા? જાણો શું છે મામલોશું મેગી મોંઘી થશે! 1 જાન્યુઆરીથી કેમ ભાવ વધારાની ચાલી રહી છે ચર્ચા? જાણો શું છે મામલો
જોકે, કંપનીએ હજુ સુધી કિંમત વધારવા અંગે કંઈ કહ્યું નથી.

Maggi price rise : મોડી રાત્રે ભુખ લાગે, રસોઈ બનાવવાનું મન ન થાય, બહારથી થાકીને આવ્યા હોઇએ, શિયાળામાં કંઈક ગરમ ખાવાની ઈચ્છા હોય, પર્વતોમાં ભૂખ લાગી અને ઝડપથી કંઈક ખાવાની ઈચ્છા હોય. આ તમામ કિસ્સામાં સૌકોઈને મેગી પહેલા યાદ આવતી હોય છે. પરંતુ હવે તમારી મેગી મોંઘી થઈ શકે છે. કારણ કે સ્વિટ્ઝર્લેન્ડે ભારતમાંથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટાવવાનો નિર્ણય લીધો છે.

સ્વિસ કંપનીઓને આંચકો

સ્વિટ્ઝર્લેન્ડે 1 જાન્યુઆરી, 2025થી ભારત સાથેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ કલમ 1994માં આવી હતી. MFN સ્ટેટસ પાછું ખેંચવાથી સ્વિસ કંપનીઓ પર સીધી અસર પડશે. આ કંપનીઓને હવે ભારતીય આવકના સોર્સમાંથી મળેલા ડિવિડન્ડ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે હાલમાં ઓછો છે. હવે મેગી બ્રાન્ડની મૂળ કંપની નેસ્લે પણ સ્વિસ કંપની છે. જો નેસ્લે પર ટેક્સનો બોજ વધે છે, તો તે તેના પ્રોડક્સનની કિંમતો વધારી શકે છે, જેમાંથી એક મેગી છે. જોકે, કંપનીએ હજુ સુધી કિંમત વધારવા અંગે કંઈ કહ્યું નથી.

શું છે મોસ્ટ ફેવર્ડ નેશન નિયમ ?

બધા સમાચાર

+ વધુુ વાંચો