વિશ્વ બેંકે તેના તાજેતરના અંદાજમાં વિશ્વના મોટાભાગના દેશોના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. સાથે ચેતવણી આપી હતી કે અર્થવ્યવસ્થાના લેવલે કોઈપણ નવો આંચકો વૈશ્વિક અર્થતંત્રમાં મંદી તરફ દોરી શકે છે. વિશ્વ બેંકે વર્ષ 2023માં વૈશ્વિક જીડીપીની ગતિ 1.7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ હજુ પણ જૂન મહિનામાં તેના અંદાજ કરતાં અડધો છે. જો આવું થાય છે, તો તે છેલ્લા 3 દાયકામાં ત્રીજું સૌથી ખરાબ પ્રદર્શન કરનાર વર્ષ હશે. અગાઉ 2009 અને 2020માં પણ વૈશ્વિક અર્થતંત્રમાં સંકોચન જોવા મળ્યું હતું.

