Pakistan Crisis: પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વધતું દેવું અને ઘટતું ફોરેન એક્સચેન્જ રિઝર્વ… વધતી જતી મોંઘવારી અને ઘટી રહ્યો છે જીડીપી ગ્રોથ… છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. દેશમાં બગડતી નાણાકીય કટોકટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન પોતાની એમ્બેસી અમેરિકાને વેચવા માટે પણ તૈયાર છે. દેશમાં રોજગારનો અભાવ ચરમસીમાએ છે. ભૂતકાળમાં, પોલીસ ભરતીની માત્ર 1,167 ખાલી જગ્યાઓ માટે 30,000 ઉમેદવારો આવ્યા હતા, જેમણે ઇસ્લામાબાદના સ્ટેડિયમમાં બેસીને પરીક્ષા આપી હતી.

