BlueStone Jewellery IPO: જ્વેલરી સેક્ટરની અગ્રણી કંપની બ્લૂસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ આવતી 11 ઓગસ્ટે પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરવા જઈ રહી છે. ઇન્ડસ્ટ્રી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ IPOનું વેલ્યુએશન લગભગ 7800 કરોડ રૂપિયા હશે. આ IPO રોકાણકારો માટે મોટી તક લઈને આવી રહ્યો છે, જે ઓનલાઇન અને ઓફલાઇન જ્વેલરી માર્કેટમાં બ્લૂસ્ટોનની મજબૂત હાજરીને ધ્યાનમાં રાખે છે.