Get App

ગુજરાતની કંપની સાઈ ઈન્ફિનિયમ કરી રહ્યું છે IPO લાવવાની તૈયારી, SEBI પાસે ડ્રાફ્ટ દાખલ, 1.96 કરોડ નવા શેર રહેશે

સાઈ ઈન્ફિનિયમ IPOમાંથી એકત્ર થનારા ફંડનો ઉપયોગ વિવિધ પ્રોજેક્ટ્સ માટે કરવાની યોજના ધરાવે છે. કંપની 130 કરોડ રૂપિયાના ખર્ચે 17.4 મેગાવોટનો હાઇબ્રિડ પાવર પ્લાન્ટ સ્થાપવા માંગે છે. આ ઉપરાંત, 65 કરોડ રૂપિયાના ખર્ચે માઇલ્ડ સ્ટીલ (એમએસ) સ્ટ્રક્ચર રોલિંગ મિલ શરૂ કરવાનો ઇરાદો છે. શિપ બ્રેકિંગ પ્લાન્ટ માટે કાર્ગો વેસલ (શિપ-કોર્સિકા) ખરીદવા માટે 19 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. બાકીનું ફંડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 04, 2025 પર 12:47 PM
ગુજરાતની કંપની સાઈ ઈન્ફિનિયમ કરી રહ્યું છે IPO લાવવાની તૈયારી, SEBI પાસે ડ્રાફ્ટ દાખલ, 1.96 કરોડ નવા શેર રહેશેગુજરાતની કંપની સાઈ ઈન્ફિનિયમ કરી રહ્યું છે IPO લાવવાની તૈયારી, SEBI પાસે ડ્રાફ્ટ દાખલ, 1.96 કરોડ નવા શેર રહેશે
ગુજરાતની સાઈ ઈન્ફિનિયમ કંપની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ફંડ ભેગુ કરવાનો પ્લાન બનાવી રહી છે.

ગુજરાતની સાઈ ઈન્ફિનિયમ કંપની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ફંડ ભેગુ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ માટે કંપનીએ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર દાખલ કર્યા છે. આ IPOમાં માત્ર 1.96 કરોડ નવા ઈક્વિટી શેરનો સમાવેશ થશે, જેમાં ઓફર ફોર સેલનો કોઈ ભાગ નહીં હોય. કંપની ટીએમટી બાર અને એમએસ બિલેટ્સના ઉત્પાદન તેમજ શિપ રિસાયક્લિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

કંપનીનો ઇતિહાસ અને પ્લાન્ટ

સાઈ ઈન્ફિનિયમની સ્થાપના વર્ષ 2004માં થઈ હતી અને તે અગાઉ સાઈ બંધન ઈન્ફિનિયમ તરીકે ઓળખાતી હતી. 30 માર્ચ, 2024ના રોજ સાઈ ઈન્ફિનિયમ અને ફિડેલિસ ઈન્ટરનેશનલનું મર્જર થયું હતું. કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતના ભાવનગરમાં આવેલો છે, જેની ટીએમટી બાર અને એમએસ બિલેટ્સના પ્રોડક્શન માટે 8 કલાકની શિફ્ટ દીઠ 300 મેટ્રિક ટનની સ્થાપિત ક્ષમતા છે. આ કંપની લોખંડ અને સ્ટીલના સ્ક્રેપમાંથી એમએસ બિલેટ્સ બનાવે છે, જે પછી ટીએમટી બારના ઉત્પાદન માટે વપરાય છે. સ્ક્રેપનો સ્ત્રોત કંપનીની શિપ રિસાયક્લિંગ યુનિટ અને બાહ્ય સપ્લાયર્સ પાસેથી મળે છે.

IPOના ફંડનો ઉપયોગ

સાઈ ઈન્ફિનિયમ IPOમાંથી એકત્ર થનારા ફંડનો ઉપયોગ વિવિધ પ્રોજેક્ટ્સ માટે કરવાની યોજના ધરાવે છે. કંપની 130 કરોડ રૂપિયાના ખર્ચે 17.4 મેગાવોટનો હાઇબ્રિડ પાવર પ્લાન્ટ સ્થાપવા માંગે છે. આ ઉપરાંત, 65 કરોડ રૂપિયાના ખર્ચે માઇલ્ડ સ્ટીલ (એમએસ) સ્ટ્રક્ચર રોલિંગ મિલ શરૂ કરવાનો ઇરાદો છે. શિપ બ્રેકિંગ પ્લાન્ટ માટે કાર્ગો વેસલ (શિપ-કોર્સિકા) ખરીદવા માટે 19 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. બાકીનું ફંડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.

IPOનું સંચાલન

આ IPO માટે સારથી કેપિટલ એડવાઇઝર્સને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીનો ઉદ્દેશ આ ફંડની મદદથી પોતાના વ્યવસાયને વધુ મજબૂત કરવાનો છે. ભાવનગર સ્થિત આ કંપની ગુજરાતમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે અને આગળ વધવા માટે નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો