Innovision IPO Listing: શેર બજારમાં જ્યારે પણ કોઈ નવો આઇપીઓ (IPO) આવે છે, ત્યારે રોકાણકારોના મનમાં એક જ આશા હોય છે કે તેમને સારું એવું લિસ્ટિંગ ગેઇન મળશે. ઘણા લોકો માત્ર લિસ્ટિંગના દિવસે જ નફો કમાઈને બહાર નીકળી જવાના ઇરાદાથી આઇપીઓમાં પૈસા લગાવતા હોય છે. પરંતુ શેર બજાર અનિશ્ચિતતાઓથી ભરેલું છે, અને ક્યારેક સારી કંપનીઓના શેર પણ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવે છે. આવું જ કંઈક આજે ઇનોવિઝન (Innovision) ના આઇપીઓ સાથે બન્યું છે.

