Get App

Jio Platforms IPOમાં પૈસા લગાવવા પડાપડી! 3.73 લાખ કરોડની જંગી ડિમાન્ડ, જાણો લેટેસ્ટ સબસ્ક્રિપ્શન સ્ટેટસ

Jio Platforms IPO: દેશના સૌથી મોટા Jio Platforms IPO ને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 3.73 લાખ કરોડની ઐતિહાસિક ડિમાન્ડ સાથે ઈશ્યુ 5.83 ગણો ભરાયો. જાણો પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટ.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2026 પર 10:36 AM
Jio Platforms IPOમાં પૈસા લગાવવા પડાપડી! 3.73 લાખ કરોડની જંગી ડિમાન્ડ, જાણો લેટેસ્ટ સબસ્ક્રિપ્શન સ્ટેટસJio Platforms IPOમાં પૈસા લગાવવા પડાપડી! 3.73 લાખ કરોડની જંગી ડિમાન્ડ, જાણો લેટેસ્ટ સબસ્ક્રિપ્શન સ્ટેટસ
આ IPO માટે માર્કેટમાં કુલ 3.73 લાખ કરોડ રૂપિયાની તોતિંગ ડિમાન્ડ નોંધાઈ છે. આ ડિમાન્ડમાં પબ્લિક સબસ્ક્રિપ્શનની સાથે એન્કર ઇન્વેસ્ટર્સનો પણ મોટો ફાળો છે.

Jio Platforms IPO: શેરબજારમાં અત્યારે દેશના સૌથી મોટા IPO ને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms)ના IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 30,213 કરોડ રૂપિયાના આ મેગા પબ્લિક ઈશ્યુમાં પૈસા લગાવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે. 23 ઓક્ટોબરે બિડિંગના ત્રીજા દિવસે જ આ ઈશ્યુ 5.83 ગણો ભરાઈ ચૂક્યો છે.

રોકાણકારોની બમ્પર ડિમાન્ડ

આ IPO માટે માર્કેટમાં કુલ 3.73 લાખ કરોડ રૂપિયાની તોતિંગ ડિમાન્ડ નોંધાઈ છે. આ ડિમાન્ડમાં પબ્લિક સબસ્ક્રિપ્શનની સાથે એન્કર ઇન્વેસ્ટર્સનો પણ મોટો ફાળો છે. ચાલો જાણીએ કઈ કેટેગરીમાં કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે:

* ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB): 13.31 ગણો

* નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII): 6.71 ગણો

* રિટેલ ઇન્વેસ્ટર્સ: 1.71 ગણો

* કંપનીના કર્મચારીઓ: 2.22 ગણો

બધા સમાચાર

+ વધુુ વાંચો