Get App

Kusumgar IPO Listing: 135 ગણો ભરાયેલો આ IPO 37% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, રોકાણકારો માલામાલ

શેરબજારમાં Kusumgar IPO નું શાનદાર લિસ્ટિંગ થયું છે. 419 રૂપિયાનો શેર 574 રૂપિયા પર ખુલ્યો, જેનાથી રોકાણકારોને સીધો 37% નો તગડો નફો મળ્યો છે. જાણો કંપનીના બિઝનેસ અને નફા વિશે લેટેસ્ટ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 10:23 AM
Kusumgar IPO Listing: 135 ગણો ભરાયેલો આ IPO 37% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, રોકાણકારો માલામાલKusumgar IPO Listing: 135 ગણો ભરાયેલો આ IPO 37% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, રોકાણકારો માલામાલ
કુસુમગર કંપનીના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 419 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આજે BSE પર આ શેર 574.00 રૂપિયા અને NSE પર 569.00 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે.

Kusumgar IPO Listing : શેરબજારમાં રોકાણકારો માટે આજે એક શાનદાર દિવસ રહ્યો છે. એરોસ્પેસ, ડિફેન્સ અને ઓટોમોટિવ સેક્ટર માટે ખાસ પ્રકારનું ફેબ્રિક બનાવતી મુંબઈની જાણીતી કંપની કુસુમગરની આજે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રોકાણકારોએ આ IPO માં ભારે રસ દાખવ્યો હતો અને આજે લિસ્ટિંગના દિવસે તેમને બમ્પર કમાણી થઈ છે.

શેરબજારમાં Kusumgarની શાનદાર એન્ટ્રી

કુસુમગર કંપનીના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 419 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આજે BSE પર આ શેર 574.00 રૂપિયા અને NSE પર 569.00 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે. આનો સીધો અર્થ એ થયો કે, જે રોકાણકારોને આ શેર લાગ્યા હતા તેમને પહેલા જ દિવસે 37% નો તગડો નફો મળ્યો છે. લિસ્ટિંગ બાદ પણ શેરમાં તેજી અટકી ન હતી. શેર ઉછળીને BSE પર 597.00 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ હિસાબે રોકાણકારો અત્યારે 42.48% ના નફામાં ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, કંપનીના કર્મચારીઓને દરેક શેર પર 39 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું, તેથી તેઓ આ લિસ્ટિંગમાં સૌથી વધુ ફાયદામાં રહ્યા છે.

IPO ને મળ્યો હતો રેકોર્ડબ્રેક પ્રતિસાદ

8 થી 10 જુલાઈ વચ્ચે ખુલેલા આ 650 કરોડ રૂપિયાના IPO ને રોકાણકારોએ ખોબલે-ખોબલે ભર્યો હતો. ઓવરઓલ આ IPO 135.80 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 299.51 ગણો, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 174.28 ગણો, રિટેલ રોકાણકારોનો હિસ્સો 27.97 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 11.09 ગણો ભરાયો હતો.

કંપનીને આ IPO માંથી કોઈ પૈસા નહીં મળે

ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ IPO હેઠળ કંપનીએ કોઈ નવા શેર બહાર પાડ્યા નથી. 1 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 1,55,21,698 શેર માત્ર 'ઓફર ફોર સેલ' વિન્ડો હેઠળ વેચવામાં આવ્યા છે. એટલે કે, શેર વેચનારા જૂના શેરધારકોને જ આ પૈસા મળશે, કંપનીના ખાતામાં IPO નું ફંડ નહીં જાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો