Get App

SBI Funds Management IPO: ખૂલતા પહેલા જ ગ્રે માર્કેટમાં મચાવી ધમાલ! 15% નફાના સંકેત, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની તમામ લેટેસ્ટ વિગતો

SBI Funds Managementનો 11,692 કરોડનો મેગા IPO 14 જુલાઈ 2026ના રોજ ખુલી રહ્યો છે. રોકાણ કરતા પહેલા જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP), પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટ સહિતની તમામ મહત્વની માહિતી સરળ ગુજરાતીમાં.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2026 પર 2:17 PM
SBI Funds Management IPO: ખૂલતા પહેલા જ ગ્રે માર્કેટમાં મચાવી ધમાલ! 15% નફાના સંકેત, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની તમામ લેટેસ્ટ વિગતોSBI Funds Management IPO: ખૂલતા પહેલા જ ગ્રે માર્કેટમાં મચાવી ધમાલ! 15% નફાના સંકેત, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની તમામ લેટેસ્ટ વિગતો
SBI Funds Managementનો 11,692 કરોડનો મેગા IPO 14 જુલાઈ 2026ના રોજ ખુલી રહ્યો છે.

SBI Funds Management IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા અને શાનદાર સમાચાર છે. દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની, એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ (SBI Funds Management)નો મેગા IPO 14 જુલાઈના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આ સૌથી મોટા ખેલાડીના IPOને લઈને બજારમાં અત્યારથી જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનઓફિશિયલ ગ્રે માર્કેટમાં પણ આ કંપનીના શેરની ભારે ડિમાન્ડ છે. ચાલો જાણીએ આ 11,692.91 કરોડના તોતિંગ IPOની તમામ જરૂરી વિગતો.

IPOની મહત્વની તારીખો અને પ્રાઇસ બેન્ડ

રોકાણકારોએ આ ઇશ્યૂમાં પૈસા લગાવતા પહેલા નીચે મુજબની તારીખો ખાસ નોંધી લેવી જોઈએ:

* પ્રાઇસ બેન્ડ: 545થી 574 પ્રતિ શેર

* એન્કર ઇન્વેસ્ટર બિડિંગ: 13 જુલાઈ, 2026

* IPO ખુલવાની તારીખ: 14 જુલાઈ, 2026

* IPO બંધ થવાની તારીખ: 16 જુલાઈ, 2026

બધા સમાચાર

+ વધુુ વાંચો