Milky Mist IPO: દેશની સૌથી ઝડપથી વિકસતી પેકેજ્ડ ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સ કંપની મિલ્કી મિસ્ટ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. કંપનીનો 1533 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ મંગળવાર, 11 ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. અત્યારે ગ્રે માર્કેટમાં આ શેરને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો તમે પણ આ IPOમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો નિર્ણય લેતા પહેલા નીચે આપેલી 7 મહત્વની બાબતો જરૂરથી જાણી લો.

