Teamtech IPO Listing : કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી માટે ફોર્મવર્ક બનાવતી કંપની ટીમટેક ફોર્મવર્ક સોલ્યુશન્સના શેરનું આજે શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપનીનો શેર આજે NSE SME પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી સાથે લિસ્ટ થયો છે. જે રોકાણકારોને આ આઈપીઓ (IPO) લાગ્યો હતો, તેમને લિસ્ટિંગના દિવસે જ સારો એવો નફો કમાવવાની તક મળી છે.

