Swiggy IPO news: સ્વિગીના ₹11,300 કરોડના આઇપીઓની શરૂઆત સારી રહી છે. ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી જાયન્ટની એન્કર બુકમાં વૈશ્વિક અને સ્થાનિક બંને રોકાણકારો તરફથી સારો રસ જોવા મળ્યો છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IPOની એન્કર બુક માટે કુલ 14 બિલિયન ડોલરની બિડ મળી છે. એટલે કે આ IPOની એન્કર બુક 25 ગણી વધુ ભરાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે IPOની એન્કર બુકનું કદ 600 મિલિયન ડૉલર નક્કી કરવામાં આવી છે.