હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલી રહ્યો છે. કંપનીનો IPO 15 ઓક્ટોબરે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ખુલશે. કંપનીના IPOનું કદ રુપિયા 27,870 કરોડ છે. કંપની IPO મારફતે ઓફર ફોર સેલ હેઠળ 14.2 કરોડ શેર ઈશ્યુ કરશે. આ પૈસા કંપનીની પેરેન્ટ કંપનીને જશે. જો તમે પણ રોકાણ કરવા જઈ રહ્યા છો તો તમારે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના આ મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.