Get App

Yashhtej Industries IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા! 20% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, ત્યારબાદ સીધી લોઅર સર્કિટ

Yashhtej Industries IPO Listing: યશતેજ ઇન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને નિરાશ કર્યા છે. 110 રૂપિયાનો શેર સીધો 88 રૂપિયા પર લિસ્ટ થયો અને તરત જ તેમાં લોઅર સર્કિટ વાગી ગઈ. જાણો લિસ્ટિંગની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Feb 25, 2026 પર 10:41 AM
Yashhtej Industries IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા! 20% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, ત્યારબાદ સીધી લોઅર સર્કિટYashhtej Industries IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા! 20% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, ત્યારબાદ સીધી લોઅર સર્કિટ
Yashhtej Industries IPO Listing: યશતેજ ઇન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને નિરાશ કર્યા છે.

Yashhtej Industries IPO: શેરબજારમાં SME IPO નો ક્રેઝ ચાલી રહ્યો છે, પરંતુ દરેક IPO કમાણી કરાવી આપે તે જરૂરી નથી. યશતેજ ઇન્ડસ્ટ્રીઝ (Yashhtej Industries India) ના કિસ્સામાં આવું જ કંઈક બન્યું છે. મંગળવારે, 25 ફેબ્રુઆરીના રોજ આ કંપનીનું લિસ્ટિંગ BSE SME પ્લેટફોર્મ પર થયું હતું, પરંતુ રોકાણકારો માટે આ શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. જે રોકાણકારોએ નફાની આશાએ પૈસા રોક્યા હતા, તેમને પહેલા જ દિવસે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ અને લોઅર સર્કિટ

યશતેજ ઇન્ડસ્ટ્રીઝના શેરનું લિસ્ટિંગ 20%ના ભારે ઘટાડા સાથે થયું હતું. કંપનીએ IPOમાં શેરની કિંમત (Issue Price) 110 રૂપિયા નક્કી કરી હતી, પરંતુ બજારમાં આ શેર 88 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. એટલે કે લિસ્ટિંગ થતાની સાથે જ રોકાણકારોને શેર દીઠ 22 રૂપિયાનું નુકસાન ગયું હતું.

જોકે, વાત અહીં અટકી ન હતી. લિસ્ટિંગ બાદ તરત જ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને શેર વધુ 5% તૂટ્યો હતો. આ ઘટાડા સાથે શેર 83.60 રૂપિયાના સ્તરે પહોંચી ગયો અને ત્યાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી ગઈ હતી. આમ, પહેલા જ દિવસે રોકાણકારોની મૂડીમાં મોટું ધોવાણ થયું છે.

IPO ને કેવો પ્રતિસાદ મળ્યો હતો?

આ કંપનીનો કુલ 88.88 કરોડ રૂપિયાનો IPO 18 ફેબ્રુઆરીએ ખુલ્યો હતો અને 20 ફેબ્રુઆરીએ બંધ થયો હતો. રોકાણકારો તરફથી તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

કુલ સબસ્ક્રિપ્શન: 1.37 ગણું

બધા સમાચાર

+ વધુુ વાંચો