Zinka Logistics Solutions ના શેર આજે બંને એક્સચેન્જો - નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થયા છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹259 થી ₹273 પ્રતિ શેર હતી. આ સ્ટોક ઇશ્યૂ કિંમતની સરખામણીમાં પ્રીમિયમ ભાવે લિસ્ટ થયો. આ સ્ટોક NSE પર 2.89 ટકાના પ્રીમિયમ સાથે ₹280.90 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. આ શેર BSE પર 2.2 ટકાના પ્રીમિયમ સાથે ₹279.05 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો.