અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડિમોલિશન ડ્રાઇવનો બીજો તબક્કો આજે વહેલી સવારથી શરૂ થયો છે. આ ડ્રાઇવમાં 2.50 લાખ ચોરસ મીટર જમીન પરના ગેરકાયદે બાંધકામો અને ઝૂંપડાંઓને હટાવવામાં આવશે, જેનાથી ચંડોળા તળાવનો વિસ્તાર સાફ અને ખુલ્લો થશે. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા, ખાસ કરીને એક મસ્જિદ તોડવાના મુદ્દે વિવાદ થયો.