Get App

અમદાવાદના જ્વેલરે પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં આપી ઈનોવા અને ક્રેટા, ભેટમાં મળ્યો iPhone અને ટૂર પેકેજ પણ

કાબરા જ્વેલર્સે 18 વર્ષમાં અમદાવાદમાં કેકે જ્વેલર્સના નામે કુલ 7 શોરૂમ ખોલ્યા અને આજે કંપનીનું ટર્નઓવર 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ માઈલસ્ટોન ઉપલબ્ધિ પર, કંપનીના એમડીએ પ્રોત્સાહન તરીકે મોંઘી ભેટો આપી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 04, 2025 પર 11:53 AM
અમદાવાદના જ્વેલરે પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં આપી ઈનોવા અને ક્રેટા, ભેટમાં મળ્યો iPhone અને ટૂર પેકેજ પણઅમદાવાદના જ્વેલરે પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં આપી ઈનોવા અને ક્રેટા, ભેટમાં મળ્યો iPhone અને ટૂર પેકેજ પણ
કાબરા જ્વેલર્સે 18 વર્ષમાં અમદાવાદમાં કેકે જ્વેલર્સના નામે કુલ 7 શોરૂમ ખોલ્યા અને આજે કંપનીનું ટર્નઓવર 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

અમદાવાદની એક કંપનીએ તેના કર્મચારીઓને મોંઘી કાર, મોબાઈલ, સોનું અને અન્ય મોંઘી વસ્તુઓ ભેટમાં આપી છે. એક જ્વેલરી કંપનીએ તેના કર્મચારીઓને ખૂબ જ મોંઘી ભેટ આપી છે. આ કારણે, રૂપલ શાહ હવે ભેટમાં મળેલી ચમકતી ઇનોવા કારમાં જ્વેલરી શોરૂમમાં કામ કરવા આવે છે. તેવી જ રીતે, કેકે જ્વેલર્સના 12 કર્મચારીઓને ઇનોવા, મહિન્દ્રા, હ્યુન્ડાઇ જેવી લક્ઝરી કાર મળી છે. 4 કર્મચારીઓને iPhone અને Samsung Fold ફોન મળ્યા. ૧૬ કર્મચારીઓને બાઇક, કેટલાકને ૫૦ ગ્રામ સોનાના સિક્કા અને ઘરેલુ પ્રવાસ પેકેજ મળ્યા. આ પછી, કર્મચારીઓમાં કંપની પ્રત્યે ભારે ઉત્સાહ છે.

કેકે જ્વેલર્સના કર્મચારી રૂપલ શાહ કહેવુ છે કે તેઓ 10 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે. આટલી મોંઘી ભેટ મેળવીને મને ખુશી થઈ, હવે હું વધુ મહેનત કરીશ. કેકે જ્વેલર્સમાં કામ કરતી બીજી એક કર્મચારી ઇન્દુ ચંદેલનું કહેવુ છે કે તેમને ફક્ત ચાર વર્ષ થયા છે છતાં તેમને સેમસંગ ફોલ્ડ ફોન મળ્યો છે.

કાબરા જ્વેલર્સે 18 વર્ષમાં અમદાવાદમાં કેકે જ્વેલર્સના નામે કુલ 7 શોરૂમ ખોલ્યા અને આજે કંપનીનું ટર્નઓવર 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ માઈલસ્ટોન ઉપલબ્ધિ પર, કંપનીના એમડીએ પ્રોત્સાહન તરીકે મોંઘી ભેટો આપી છે. કાબરા જ્વેલ્સના એમડી કૈલાશ કાબરાનું કહેવુ છે કે તેમના કર્મચારીઓ તેમના પરિવારનો ભાગ છે. તે ભવિષ્યમાં પણ તેમને પ્રોત્સાહન આપતા રહેશે.

તેથી એ સ્પષ્ટ છે કે કંપની નાની હોય કે મોટી, જ્યારે કર્મચારીઓ તેને પોતાની સમજીને કામ કરે છે ત્યારે તેમની પ્રગતિ નિશ્ચિત છે. કૈલાશ કાબરાએ 2006 માં માત્ર 21 વર્ષની ઉંમરે ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે સમયે તેમની સાથે ફક્ત 12 લોકો હતા અને ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું. પરંતુ આજે, તેમની કંપનીમાં 140 થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને તેણે 200 કરોડ રૂપિયાના વેચાણનો આંકડો પાર કરી દીધો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો