એર ઇન્ડિયાએ શુક્રવારે 8 ફ્લાઇટ્સ રદ કરી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જાળવણી અને સંચાલનના કારણોસર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ANI સમાચાર અનુસાર, એર ઇન્ડિયાની દુબઈથી ચેન્નાઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ AI906, દિલ્હીથી મેલબોર્નની AI308, મેલબોર્નથી દિલ્હીની AI309, દુબઈથી હૈદરાબાદની AI2204 અને પુણેથી દિલ્હીની સ્થાનિક ફ્લાઇટ્સ AI874, અમદાવાદથી દિલ્હીની AI456, હૈદરાબાદથી મુંબઈની AI-2872 અને ચેન્નાઈથી મુંબઈની AI571 રદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા, એરલાઇન આ વિમાનોની સમીક્ષા કરશે.