Air India Express: ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસે ફ્રીડમ સેલની જાહેરાત કરી છે. આ ઓફરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે લગભગ 50 લાખ સીટ્સ ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સની ટિકિટ 1279 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે 4279 રૂપિયાથી શરૂઆતી કિંમત છે. આ ઓફર 19 ઓગસ્ટ 2025થી 31 માર્ચ 2026 સુધીની મુસાફરી માટે માન્ય છે, અને બુકિંગ 15 ઓગસ્ટ 2025 સુધી ખુલ્લું રહેશે.