ટેકનોલોજીની દુનિયામાં એક વખત ફરી ધુમમચાવી દે તેવું કરી બતાવ્યું છે અમેરિકન જાયન્ટ એપલે! કંપનીએ તાજેતરમાં પોતાના સૌથી પાવરફૂલ ટેબ્લેટ iPad Proની નવી જનરેશનને M5 ચિપના સાથે ભારતમાં લોન્ચ કરી છે. આ ટેબ્લેટને Wi-Fi અને Wi-Fi + 5G વેરિયન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જે તેને ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ અને રોજિંદા યુઝર્સ માટે આદર્શ બનાવે છે. એપલનો દાવો છે કે આ M5 આધારિત iPad Pro અગાઉની M4 ચિપ કરતા 1.5 ગણો વધુ ઝડપી છે અને વિઝ્યુઅલ પર્ફોર્મન્સમાં 1.2 ગણો વધુ કાર્યક્ષમ છે. આ લોન્ચથી એપલના ટેબ્લેટ માર્કેટમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે, જે AI અને ગ્રાફિક્સના ક્ષેત્રે મોટી છલાંગ મારે છે.

