Asia Power Index 2025: ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત થિંક-ટેન્ક, લોવી (Lowy) ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર્ષિક 'એશિયા પાવર ઇન્ડેક્સ 2025' રિપોર્ટ જાહેર કર્યો છે, જે એશિયા ક્ષેત્રમાં રાજકીય, આર્થિક અને સૈન્ય શક્તિના સમીકરણોમાં થઈ રહેલા મોટા ફેરફારોને ઉજાગર કરે છે. આ રિપોર્ટ એશિયાના 27 દેશોમાં 8 મુખ્ય ક્ષેત્રો – સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું, ભવિષ્યના સંસાધન ક્ષમતા અને આર્થિક સંબંધો પર આધારિત વિસ્તૃત મૂલ્યાંકન પૂરું પાડે છે. આ ઇન્ડેક્સ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો પ્રભાવ ઘટ્યો છે, જ્યારે ચીન મુખ્ય શક્તિ તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે અને ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે.

