Get App

Bank Strike Cancelled: બેંક હડતાળ મોકૂફનો નિર્ણય આખરે કેવી રીતે લેવાયો? જાણો 5 દિવસીય વર્કિંગ પર શું લેવાયો નિર્ણય?

Bank Strike Cancelled: 28થી 30 સપ્ટેમ્બરની બેંક હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. IBA અને UFBU વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો. જાણો 5-Day વર્કિંગ અને અન્ય માંગણીઓ વિશે લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Sep 28, 2026 પર 11:08 AM
Bank Strike Cancelled: બેંક હડતાળ મોકૂફનો નિર્ણય આખરે કેવી રીતે લેવાયો? જાણો 5 દિવસીય વર્કિંગ પર શું લેવાયો નિર્ણય?Bank Strike Cancelled: બેંક હડતાળ મોકૂફનો નિર્ણય આખરે કેવી રીતે લેવાયો? જાણો 5 દિવસીય વર્કિંગ પર શું લેવાયો નિર્ણય?
બેંક કર્મચારીઓની સૌથી મોટી માંગ અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ અને શનિવાર-રવિવાર રજા આપવાની છે. આ મુદ્દે નાણા મંત્રાલયે હજુ સુધી કોઈ અંતિમ મંજૂરી આપી નથી.

Bank Strike Cancelled: દેશના કરોડો બેંક ગ્રાહકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમારું ખાતું પણ કોઈ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 28 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી 3 દિવસીય દેશવ્યાપી બેંક હડતાળ હવે છેલ્લી ઘડીએ મોકૂફ દેવામાં આવી છે.

હડતાળ કેમ ટળી?

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેતાઓ વચ્ચે 27 સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગ્યે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ હાઈ-લેવલ મીટિંગમાં સકારાત્મક ચર્ચા થતાં હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અગાઉ આ હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે રવિવારે પણ દેશની સરકારી બેંકો ચાલુ રાખવામાં આવી હતી.

શું 5 દિવસીય બેંકિંગની માંગ સ્વીકારાઈ?

બેંક કર્મચારીઓની સૌથી મોટી માંગ અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ અને શનિવાર-રવિવાર રજા આપવાની છે. આ મુદ્દે નાણા મંત્રાલયે હજુ સુધી કોઈ અંતિમ મંજૂરી આપી નથી. તમામ શનિવારે રજા રાખવાના મુદ્દે ગ્રાહકો અને બેંક કર્મચારીઓ બંનેને અનુકૂળ આવે તેવો વચલો રસ્તો કાઢવા માટે IBA અને UFBU ની એક ખાસ 'હાઈ-લેવલ કમિટી' બનાવવાનો નિર્ણય લેવાયો છે.

બેઠકમાં લેવાયેલા અન્ય મુખ્ય નિર્ણયો:

યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ, નીચેના મુદ્દાઓ પર સહમતિ બની છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો