Get App

Gujarat News: તાપીના વ્યારાના મળાવ પુલ પાસે મળ્યો પુરૂષનો મૃતદેહ, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે

Gujarat News: તાપીના વ્યારામાં આવેલા મદાવ પુલ પાસેથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરૂષનો મૃતદેહ પુલની એન્ગલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 11:54 AM
Gujarat News: તાપીના વ્યારાના મળાવ પુલ પાસે મળ્યો પુરૂષનો મૃતદેહ, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશેGujarat News: તાપીના વ્યારાના મળાવ પુલ પાસે મળ્યો પુરૂષનો મૃતદેહ, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે
Gujarat News: મૃતક બારડોલીના કડોદ ગામના પૂર્વ સરપંચ સુરેશ રાઠોડ હોવાનો ખુલાસો થયો

Gujarat News: તાપીના વ્યારામાં આવેલા મળાવ પુલ પાસેથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરૂષનો મૃતદેહ પુલની એન્ગલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. મૃતક બારડોલીના કડોદ ગામના પૂર્વ સરપંચ સુરેશ રાઠોડ હોવાનો ખુલાસો થયો છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને વધુ તપાસ હાથ ધરી છે.

વ્યક્તિએ આપઘાત કર્યો કે તેમની હત્યા થઇ તે અંગે હજુ ખુલાસો થયો નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વધુ ખુલાસા સામે આવશે. કે વ્યક્તિનું મોત ક્યા સંજોગોમાં થયું છે. ઉલ્લેખનીય છે, મૃતક સુરેશ રાઠોડ કડોદ ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા. તપાસ બાદ જ વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો