ભારત અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ સમજૂતી બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આશા વ્યક્ત કરી છે કે, વાતચીત આગળ વધશે. તેમણે કહ્યું કે તેઓ વાટાઘાટોને આગળ લઈ જવાનો પૂરો પ્રયાસ કરશે, પરંતુ તેના માટે થોડો સમય રાહ જોવી પડશે. રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે બંને દેશોની સેનાઓ એલએસીથી પીછેહઠ કરી છે અને સૈનિકોના પેટ્રોલિંગની સાથે પ્રાણીઓને ચરાવવા અંગે પણ કરાર કરવામાં આવ્યા છે.

