Delhi air pollution: દિલ્હી-NCRમાં વધતા જતા વાયુ પ્રદૂષણે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધારી દીધી છે. ઝેરી હવાના ખતરાને ધ્યાનમાં રાખીને હવે શાળાઓમાં ભણાવવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નોઈડા અને ગ્રેટર નોઈડાની તમામ શાળાઓને ધોરણ 5 સુધીના બાળકો માટે હાઈબ્રિડ મોડમાં ભણાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે હવે વાલીઓ પોતાના બાળકો માટે ઓનલાઈન કે પછી શાળાએ જઈને ઓફલાઈન ભણવાનો વિકલ્પ પસંદ કરી શકશે.

